અંબાલાલ ની આગાહી પડી સાચી શરૂ થયો વરસાદ આખા ચોમાસા માટે કરી ફરી આગાહી જાણો કેવુ રહેશે આ ચોમાસુ - khabarilallive    

અંબાલાલ ની આગાહી પડી સાચી શરૂ થયો વરસાદ આખા ચોમાસા માટે કરી ફરી આગાહી જાણો કેવુ રહેશે આ ચોમાસુ

તો કચ્છના ભુજ તાલુકામાં પણ ભારે પવન સાથે કમોસમી વરસાદ ખાબક્યો છે. રાજકોટના ગોંડલમાં પણ ભારે પવન સાથે કમોસમી વરસાદ શરૂ થયો છે. કમોસમી વરસાદથી ખેડૂતોના પાકને નુકસાન થયું છે. હજુ પણ 2 દિવસ માવઠાની હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે. ઉલ્લેખનીય છે કે આગામી 48 કલાક દરમિયાન કચ્છ અને ઉત્તર ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં હળવા વરસાદની સંભાવના છે.

તો આગામી બે દિવસ પછી સૌરાષ્ટ્ર- કચ્છ અને દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારમાં રહેતા લોકોને અકળામણનો અનુભવ થશે. વરસાદ પછી તાપમાનનો પારો ઉંચકાશે.કચ્છ વિસ્તારમાં પણ માવઠું પડ્યું છે. કચ્છના અંજાર, ભુજ સહિતના વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. અંજાર, હીરપરા, રતનાલ, સતાપર સહિતના ગામોમાં કમોસની વરસાદ પડ્યો છે. ભુજમાં કમોસમી વરસાદથી ખેડૂતોની ચિંતા વધી છે. ભુજના ખેંગારપર, મોખાણા, નડાપા ઉપરાંત અંજાર, હીરપરા, રતનાલ વિસ્તારમાં વરસાદ પડ્યો છે.

આવનારું ચોમાસુ કેવું રહેશે તેનું અનુમાન આપણા પૂર્વજો અલગ અલગ રીતે લગાવતા આવ્યા છે. નક્ષત્ર, પવનની દિશા, વાતાવરણમાં થતા ફેરફાર, પક્ષીઓની ચેષ્ટા પરથી ચોમાસાનું અનુમાન લગાવવામાં આવતું હોય છે. ખાસ કરીને સૌથી વધુ જાણીતી લોક વાયકા એટલે કે ટીટોડીની ઈંડા ક્યાં મૂક્યા છે? તેના પરથી ચોમાસું કેવું રહી શકે? તેનું અનુમાન લગાવતા હોય છે. ત્યારે લુણાવાડા તાલુકાના દલુખડયા ગામમાં ટીટોડીએ ચાર ઈંડા મૂક્યા છે.

ટીટોડીના ઈંડા મૂક્યા બાદ હવામાનની નિષ્ણાંત અંબાલાલ પટેલે આવનારા ચોમાસા અંગે આગાહી કરી છે.હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યું છે કે, ટીટોડીએ ક્યાં ઈંડા મૂક્યા તેના પરથી આપણે તારણ લગાવતા હોઈએ છીએ. ટીટોડી અષાઢ મહિના મહિના મૂકે તો તેનો અલગ મહત્વ છે. જો ટીટોડી ચાર ઈંડા મૂકે તો તેના પરથી એવું નક્કી થાય કે વરસાદ ચાર મહિના સારો થશે. જો એક ઈંડુ મૂકે તો અષાઢમાં વરસાદ થાય. બેંડા મૂકે તો શ્રાવણ માસમાં વરસાદ થાય.

ત્રણ ઈંડા મૂકે તો ભાદરવા મહિનામાં વરસાદ થાય અને જો ચાર ઈંડા મૂકે તો ચારેય મહિના વરસાદ આવે તેવી માન્યતા છે.વધુમાં અંબાલાલ પટેલે જણાવ્યું કે, ટીટોડી અષાઢ મહિનામાં ઈંડા મૂકે તેમજ ચાર ઈંડા મૂકે તો વરસાદ સારો થતો હોય છે. ઈંડાની અણીઓ નીચે રહે તો સારો વરસાદ થાય. ટીટોડી ઉંચા સ્થાન પર ઈંડા મૂકે તો ચોમાસું ભરપૂર રહેતું હોય છે. ઈંડા નીચે મૂકે તો ચોમાસું નબળું રહે છે. જો ટીટોડી સૂકા તળાવ વચ્ચે ઈંડા મૂકે તો ચોમાસું નબળું રહે છે.

આ સાથે અંબાલાલ પટેલે જણાવ્યું કે, પક્ષીઓને દુકાળ પડવાનો હોય તે ખબર પડી જતી હોય છે. ટીટોડી ઈંડા ઓછા મૂકે છે કારણ કે, તે સંવેદનશીલ પક્ષી છે. તેને ખ્યાલ આવી જતો હોય છે. પક્ષીઓની ચેષ્ટા અવાજ માળા બાંધવાની ક્રિયા પણ ખૂબ જ મહત્વની રહેતી હોય છે.જો ચકલીઓ પણ ઘરમાં માળો બનાવે તો વરસાદ સારો થતો હોય છે.

ચકલી ધૂળમાં નહાય તો પણ સારો વરસાદ થાય એવું માનવામાં આવે છે. ચોમાસામાં મોર બોલે તો વરસાદ પણ સારો થતો હોય છે. એટલે પક્ષીઓની ચેષ્ટા પર તેમના અવાજ પરથી ચોમાસું કેવું રહે તેનું પણ તારણ કાઢી શકાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *