આવતી કાલથી શરૂ થશે વરસાદની નવી ઇનનિંગ આ રાજ્યોમાં તડામાર વરસાદની આગાહી - khabarilallive    

આવતી કાલથી શરૂ થશે વરસાદની નવી ઇનનિંગ આ રાજ્યોમાં તડામાર વરસાદની આગાહી

ગુજરાતમાં કાળજાળ ગરમી વચ્ચે હવામાન વિભાગ દ્વારા આગામી ત્રણ દિવસ વરસાદની આગાહી કરવામાં આવે છે. ગુજરાતમાં વીજળીના ફટાકા ભડાકા સાથે વરસાદ થવાની શક્યતા છે. જેના કારણે ત્રણ દિવસ ભારે ગરમીથી છુટકારો મળશે.

હવામાન વિભાગ દ્વારા આગામી પાંચ દિવસ માટે આગાહી કરી છે. જેમાં આજે વાદળછાયુ વાતાવરણ રહેવાની આગાહી કરી છે. જેના કારણે બે થી ત્રણ ડિગ્રી સેલ્સિયસ તાપમાનમાં ઘટાડો થશે.તો 13, 14 અને 15 તારીખે ગુજરાતના ઘણા જિલ્લામાં વીજળીના કડાકા ભડાકા સાથે ભારે પવન સાથે ત્રણ દિવસ વરસાદ પૂરી શક્યતા છે.

હવામાન વિભાગે 13 તારીખે કયા કયા વિસ્તારમાં વરસાદ પડશે તેની માહિતી આપી છે. તેમાં દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી, ભરૂચ અને વલસાડ જિલ્લામાં તથા સૌરાષ્ટ્રના કચ્છ અને ગીર સોમનાથ જિલ્લામાં કડાકા ભડાકા અને 30 થી 40 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે સાથે છૂટાછવાયા સ્થળોએ વરસાદની શક્યતા છે.

14 તારીખે સાત જિલ્લામાં વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં ઉત્તર ગુજરાતના સાબરકાંઠા અને અરવલ્લીમાં વરસાદની શક્યતા છે. આ સાથે અન્ય જિલ્લામાં પણ છૂટોછવાયો વરસાદ થઈ શકે છે. બીજી બાજુ મધ્ય ગુજરાતમાં દાહોદ, છોટાઉદેપુર અને નર્મદા જિલ્લામાં વરસાદની શક્યતા છે.

સૌરાષ્ટ્રની વાત કરીએ તો ગીર સોમનાથ અને કચ્છ જિલ્લામાં ભારે પવન સાથે છૂટાછવાયા વિસ્તારમાં વરસાદની શક્યતા છે. 15 તારીખ ના રોજ ઉત્તર ગુજરાતના અરવલ્લી, સાબરકાંઠા સહિત મધ્ય ગુજરાતના દાહોદ અને મહીસાગર જિલ્લામાં તોફાની પવન અને રાજવી સાથે છૂટાછવાયા સ્થળે વરસાદ થશે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *