ગુજરાતમાં આફતનું માવઠું આ રાજ્યોમાં પડી શકે છે હિટ વેવ પછી વરસાદ હવામાન વિભાગે આપી ચેતવણી - khabarilallive    

ગુજરાતમાં આફતનું માવઠું આ રાજ્યોમાં પડી શકે છે હિટ વેવ પછી વરસાદ હવામાન વિભાગે આપી ચેતવણી

11 એપ્રિલ બાદ રાજ્યમાં ફરી કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી મુજબ 11 એપ્રિલ બાદ વાતાવરણમાં પલટો આવશે. સ્કાયમેટ વેધરના અનુમાનને લઈને જાણીતા આગાહીકાર પરેશ ગોસ્વામીએ પ્રતિક્રિયા આપી હતી. આ સમય દરમિયાન આગામી એક અઠવાડિયા સુધી હિટવેવ રહેવાની આગાહી કરવામાં આવી છે, જેમાં સમગ્ર રાજ્યમાં 40 ડિગ્રીથી વધુનું તાપમાન નોંધાવવાની શક્યતા પણ વ્યક્ત થઈ રહી છે.

આ સાથે 13 એપ્રિલથી 16 એપ્રિલ સુધી કેટલાક વિસ્તારમાં માવઠાની સંભાવના પણ વ્યક્ત કરવામાં આવી છે. છેલ્લા કેટલાક દિવસોથી વાતાવરણ એકંદરે સામાન્ય રહ્યું હતું, પરંતુ હાલમાં હિટવેવની આગાહી કરવામાં આવી છે. આગામી સમયમાં આ વાતાવરણ તાપમાનની દ્રષ્ટિએ વધુ આક્રમક બનવાની શક્યતા છે.

સમગ્ર રાજ્યમાં સરેરાશ 41 થી 43 ડીગ્રી સુધીનું તાપમાન
હાલના દિવસોમાં 40 ડિગ્રી સુધીનું તાપમાન નોંધાઈ રહ્યું છે, પરંતુ હવે આ તાપમાન વધવાની શક્યતા છે. વધતા તાપમાનને લઈ જનજીવન પર અસર પડી શકે છે. કેટલાક વિસ્તારમાં તાપમાનનો પારો 43થી 45 ડિગ્રીએ પહોંચશે તેવું જણાવવામાં આવ્યું છે.

13થી 16 એપ્રિલ દરમિયાન કેટલાક વિસ્તારોમાં માવઠાની સંભાવના
આગામી 13થી 16 એપ્રિલ દરમિયાન ગુજરાતના કેટલાક વિસ્તારોમાં માવઠાની તીવ્ર અસર રહે તેવી સંભાવના છે. સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતમાં માવઠાની તીવ્રતા રહે તેવી સંભાવના, મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં હળવા છુટાછવાયા માવઠાની સંભાવના હાલ વ્યક્ત કરવામાં આવી રહી છે.

ખેડૂતો માટે સારા સમાચાર, ચાલુ વર્ષે સમગ્ર દેશમાં ચોમાસુ સામાન્ય રહેશે, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, રાજસ્થાન, દિલ્હી, ઉત્તર પ્રદેશમાં વધુ વરસાદની આગાહી હાલ કરવામાં આવી રહી છે. આ સાથે જ જ્યાં સુધી વરસાદ આવશે ત્યાં સુધી ગરમીમાં પણ રાહત મળવાની સંભાવનાઓ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *