૭ રાજ્યોમાં વાવાઝોડા સાથે થશે વરસાદ હવામાન વિભાગની આગાહી સાંભળતા જ હચમચી ગયા ખેડૂત
દેશના અનેક રાજ્યોમાં ગરમીનો પ્રકોપ જોવા મળી રહ્યો છે. હજી ઉનાળાની શરૂઆત જ થઈ છે. ત્યારે ભારે ગરમી તો વરસાદની સ્થિતિ પણ છે. આ દરમિયાન, ભારતીય હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. દિલ્હીમાં આ અઠવાડિયે તાપમાનનો પારો 40 ડિગ્રી સુધી પહોંચવાની શક્યતા છે કારણ કે, તાપમાન સામાન્ય કરતા વધારે નોંધાઈ રહ્યું છે. આ સિવાય હવામાન વિભાગે નાગાલેન્ડ, મણિપુર, આસામ, મેઘાલય, મિઝોરમ, ત્રિપુરા, પશ્ચિમ બંગાળ અને સિક્કિમ સહિત આઠ રાજ્યોમાં આગામી સાત દિવસ સુધી વાવાઝોડાં અને વરસાદની આગાહી વ્યક્ત કરાઈ છે.
હવામાન વિભાગે આગાહી કરી છે કે, આગામી 13 તારીખના રોજ હળવા વરસાદ અને વાવાઝોડા સાથે થોડી રાહત મળી શકે છે. હવામાન વિભાગ અનુસાર, આ સમગ્ર સપ્તાહમાં દિલ્હીનું મહત્તમ તાપમાન 36 થી 38 ડિગ્રી સેલ્સિયસની વચ્ચે જોવા મળી શકે છે. તે જ સમયે, લઘુત્તમ તાપમાન 17 થી 21 ડિગ્રી સેલ્સિયસ વચ્ચે રહેવાની શક્યતા છે.
હવામાન વિભાગ અનુસાર, અરુણાચલ પ્રદેશમાં આગામી 7 દિવસ સુધી વરસાદ અથવા હિમવર્ષા અને વીજળી પડવાની શક્યતા છે. આગામી 7 દિવસો દરમિયાન ઉપ-હિમાલયન પશ્ચિમ બંગાળ, સિક્કિમ, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ, આસામ, મેઘાલય અને ત્રિપુરામાં ગાજવીજ સાથે વરસાદ, વીજળીના ચમકારા અને ભારે પવન સાથે વરસાદની આગાહી કરાઈ છે. પશ્ચિમ મધ્યપ્રદેશ, મરાઠવાડા, મધ્ય મહારાષ્ટ્રમાં પણ 10 થી 12 એપ્રિલ દરમિયાન વરસાદની આગાહી છે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર તામિલનાડુ, કરાઈકલ, કેરળ, પુડુચેરી, માહે, ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં 10 થી 12 એપ્રિલ દરમિયાન ગરમ અને ભેજવાળું વાતાવરણ રહી શકે છે. 10 તારીખ દરમિયાન દરિયાકાંઠાના કર્ણાટક અને 10 થી 12 એપ્રિલ દરમિયાન દરિયાકાંઠાના આંધ્રપ્રદેશ, યાનમ અને રાયલસીમા પર સમાન સ્થિતિ પ્રવર્તશે.
આગામી 7 દિવસ કેવું હવામાન રહેશે?
આગામી 7 દિવસો દરમિયાન ઉપ-હિમાલયન પશ્ચિમ બંગાળ, સિક્કિમ, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ, આસામ, મેઘાલય અને ત્રિપુરામાં ગાજવીજ સાથે વરસાદ, વીજળીના ચમકારા અને ભારે પવન સાથે વરસાદની આગાહી કરાઈ છે.