હવામાન વિભાગની આગાહી ગુજરાતમાં ભુક્કા બોલાવશે વરસાદ આ બે જિલ્લામાં થશે મેઘરાજાનું આગમન
ગુજરાતના હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્ર દ્વારા રાજ્યમાં સૌરાષ્ટ્ર-કચ્છના દરિયાકાંઠાના વિસ્તારમાં આકરી ગરમી રહેવાની સંભાવનાઓ વ્યક્ત કરી છે. આ સાથે જ રાજ્યમાં આગામી અઠવાડિયે ત્રણ દિવસ વરસાદ પડવાની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગે ઉત્તર અને પશ્ચિમ ગુજરાતમાં વરસાદ થવાની સંભાવનાઓ વ્યક્ત કરી છે. ગરમીની સંભાવનાઓ સાથે તાપમાનમાં મોટા ફેરફારોની શક્યતાઓ ન હોવાનું પણ જણાવવામાં આવી રહ્યું છે.
હવામાન વિભાગે ગુજરાતમાં 10, 11 અને 12 તારીખે વરસાદ પડવાની સંભાવનાઓ વ્યક્ત કરી છે. બનાસકાંઠા તથા દાહોદ જિલ્લામાં છૂટોછવાયો હળવો વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે. આ સિવાય રાજ્યના બાકીના ભાગોમાં હવામાન સૂકું રહી શકે છે.
પવનની દિશા ઉત્તરથી ઉત્તર પશ્ચિમની રહેવાની શક્યતાઓ વ્યક્ત કરાઈ છે. જેમાં સૌરાષ્ટ્ર-કચ્છમાં પાંચ દિવસ દરમિયાન ગરમ હવામાન અને ભેજના કારણે અકળામણ થાય તેવી પણ શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે. શક્રવારથી સૌરાષ્ટ્ર-કચ્છના દિવસના તાપમાનમાં વધારો નોંધાયો છે.
ફરી એકવાર રાજ્યના ઘણાં ભાગોમાં તાપમાનનો પારો ઘણાં ભાગોમાં 40ની નજીક પહોંચી ગયો છે. અમરેલી, મહુવા, કેશોદ અને દીવમાં મહત્તમ તાપમાન સૌથી ઊંચું 39 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે. જ્યારે સૌથી નીચું મહત્તમ તાપમાન ઓખામાં 32 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે.
અમદાવાદમાં મહત્તમ તાપમાન 37 ડિગ્રી અને ગાંધીનગરમાં 35 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે. જ્યારે રાજકોટમાં 38 અને વડોદરા તથા સુરતમાં 37 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું છે. રાજ્યમાં સૌથી નીચું લઘુત્તમ તાપમાન વલસાડમાં 19 ડિગ્રી નોંધાયું છે. આ સિવાય નલિયાનું લઘુત્તમ તાપમાન 20 ડિગ્રી નોંધાયું છે.
હવામાન વિભાગ દ્વારા ગરમીનું પ્રમાણ વધવાથી સૌરાષ્ટ્ર-કચ્છમાં અકળામણ થાય તેવું હવામાન રહેવાની સંભાવનાઓ વ્યક્ત કરી છે. આ સિવાય રાજ્યના અન્ય ભાગોમાં હવામાન વિભાગે તાપમાનમાં મોટા ફેરફારો ન થવાની સંભાવનાઓ વ્યક્ત કરી છે.