વિચિત્ર કિસ્સો એક વ્યક્તિએ કોર્ટમાં કહ્યું મારી પત્ની સ્ત્રી નથી પુરુષ છે કઈ રીતે જીવું જોઈને જજનો પણ પરસેવો છૂટી ગયો - khabarilallive
     

વિચિત્ર કિસ્સો એક વ્યક્તિએ કોર્ટમાં કહ્યું મારી પત્ની સ્ત્રી નથી પુરુષ છે કઈ રીતે જીવું જોઈને જજનો પણ પરસેવો છૂટી ગયો

મધ્યપ્રદેશના ગ્વાલિયરમાં પતિ-પત્નીનો એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે. પત્નીથી છુટકારો મેળવવા પતિ સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો છે. તેણે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરીને કહ્યું છે કે તેની પત્ની એક પુરુષ છે. તેનો પ્રાઈવેટ પા ર્ટ પુરુષનો છે.

પતિએ આરોપ લગાવ્યો છે કે સાસરિયાઓએ તેની સાથે છેતરપિંડી કરી તેના લગ્ન કરાવ્યા હતા. હું તેની સાથે રહી શકતો નથી.મળતી માહિતી મુજબ, પતિએ સુપ્રીમ કોર્ટ પાસે માંગ કરી છે કે સસરા અને પત્ની વિરુદ્ધ કાનૂની કેસ શરૂ કરવામાં આવે. સુપ્રિમ કોર્ટે આ મામલે વિચારણા કરવાની મંજૂરી આપી હોવાનું કહેવાય છે.

પતિના વકીલે તેના સસરા, પત્ની અને મધ્યપ્રદેશ પોલીસને નોટિસ પાઠવી છે. દોઢ મહિનામાં તમામ પક્ષકારો પાસેથી જવાબ માંગવામાં આવ્યો છે.મળતી માહિતી મુજબ, પતિએ સુપ્રીમ કોર્ટમાં જતા પહેલા આ મામલો હાઈકોર્ટમાં ઉઠાવ્યો હતો. તે સમયે હાઈકોર્ટે પણ જૂન 2021માં નિર્ણય આપ્યો હતો. જ્યારે પતિને આ નિર્ણયથી સંતોષ ન થયો તો તેણે સુપ્રીમ કોર્ટનો સંપર્ક કર્યો.

આ મામલામાં એક વકીલે કહ્યું કે, સંપૂર્ણ મેડિકલ પુરાવા છે કે પત્નીને મહિલા કહી શકાય નહીં.પુરુષે કોર્ટમાં રજૂ કરેલા મેડિકલ રિપોર્ટમાં સામે આવ્યું છે કે તેની પત્નીનો પ્રાઈવેટ પા ર્ટ પુરુષનો હતો. તેમના વકીલનું કહેવું છે કે આ ગુનો આઈપીસીની કલમ 420 (છેતરપિંડી) હેઠળનો ગુનો છે.

યુવક સાથે લગ્ન કરીને છેતરપિંડી કરવામાં આવી છે. મહિલા તેના પ્રાઈવેટ પા ર્ટ વિશે જાણતી હતી.અગાઉ મે 2019માં ગ્વાલિયર મેજિસ્ટ્રેટે પત્ની સામે છેતરપિંડી કરવાના આરોપની નોંધ લીધી હતી. લગ્ન 2016 માં થયા હતા. પતિએ કહ્યું હતું કે પત્નીને પુરૂષ નું અંગ છે, તેથી તે શારી રિક રીતે કરવા માટે અસમર્થ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *